પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી તિરંગા રેલીને રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલીઝંડી બતાવીને એમએન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી. તિરંગા યાત્રામાં પોલીસની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિધાર્થિનીઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. એમએન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી. જેથી રાષ્ટ્ર ભક્તિના જયઘોષથી પાટણ શહેર ગુંજયું ઉઠયું હતું. તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ પ્રગતિ મેદાન ખાતે પુર્ણાહુતિ કરવામાં આવી હતી. તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેકટર વી.સી.બોડાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના આગેવાનો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.

Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર









