ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેંક લિ.ના ડિરેકટરોની 8 બેઠકો માટે 26 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે મહેસાણા, પાટણ, અમદાવાદ સહિતના શહેરોમાં મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરની વી.કે.ભૂલા હાઈસ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર મોટીસંખ્યામાં મતદારો મતદાન કરવા માટે ઉમટી પડયા હતા.


રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી એવી મહેસાણા અર્બન કો.ઓપ.સહકારી બેંકના ડિરેકટરોની ખાલી પડેલી 8 બેઠકો ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે જે ચૂંટણીનું રવિવારે મહેસાણા સહિત વિવિધ શહેરોમાં મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ વી.કે.ભૂલા હાઈસ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર 10 બુથ ઉપર મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી સવારથી મતદાન માટે મોટીસંખ્યામાં મતદારો ઉમટી પડયા હતા. પાટણની જૂનાગંજ બજાર અને સિદ્ધપુર ચોકડી ખાતે આવેલી અર્બન બેંકમાં નોંધાયેલા 7800 જેટલા સભાસદ મતદારો નોંધાયેલા હોય તેમના મતદાન માટેની વ્યવસ્થા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી. અર્બન બેંકની ચૂંટણીમાં 8 બેઠકો સામે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ ચૂંટણી જંગ ખૂબ જ રસાકસીપૂર્ણ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.


  • Follow us on: