હારીજ પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે મહિલા લઘુશંકા કરવા માટે જઈ રહી હતી તેવામાં હવસના ભુખ્યા એક નરાધમે મહિલાને હાથે પકડી ઢસેડીને તેના નજીકના ઘરમાં લઈ જઈ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તે સુઈ જતાં મહિલા ઘરનો દરવાજો ખોલી ભાગી ગઈ હતી અને વહેલી સવારે પુત્ર અને પુત્રીને સઘળી હકીકત જણાવતાં હારીજ પોલીસ મથકે નરાધમ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હારીજ તાલુકાના એક ગામની 58 વર્ષીય વિધવા મહિલા ઘરનું કામ પતાવી લઘુશંકા માટે જઈ રહી હતી તેવામાં નિશાળ પાસે પહોંચતા જગદીશ ગણપતભાઈ દવે નામનો શખ્સ ત્યાં ઊભો હતો જે મહિલાને જોઈ જતાં તેનું મોઢું દબાવી તેના ઘરમાં ઢસેળીને લઈ ગયો હતો અને મકાનના આગળ પાછળના દરવાજા બંધ કરી મહિલાને નિર્વસ્ત્ર્ર કરવાનો પ્રયત્ન કરતા તેણે વિરોધ કરતાં માર મારી મોઢું દબાવી ફરિયાદી મહિલાના આક્ષેપ મુજબ બે કલાક મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા બાદ તે સુઈ જતાં મહિલા પાછળનો દરવાજો ખોલી ચુંગાલમાંથી ભાગી છુટી હતી અને બનાવની સઘળી હકીકત પુત્ર અને પુત્રીને જણાવતા હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.










