પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સારવાર લેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેડિકલ કોલેજમાં સારવાર અર્થે આવનાર લોકોને મુશ્કેલી થતાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા નબળી કામગીરીની પોલ છતી થઈ છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી આ કોલેજની છતમાંથી પાણી ટપકતું હોવવાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે. આવી નબળી કામગીરીના કારણે માત્ર ત્યાંના વિદ્યાર્થીઓજ નહિં પરંતુ સારવાર લેતા દર્દીઓને પણ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવયો છે. 


હોસ્પિટલની છતમાંથી ટપકતા પાણીથી બચવા માટે ડોલનો ઉપયોગ કરાયો

પાટણની ધારપુર GMERS મેડિકલ કોલેજની દયનીય સ્થિતિ સામે આવી છે. ધારપુરની મેડિકલ કોલેજની છત લીક થતા ત્યાંના જાગૃત નાગરિકે વિડિઓ બનાવીને વાયરલ કર્યો છે. છતમાંથી પાણી ટપકતું હોવાથી અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનો વિડિઓ સામે આવ્યો છે. આ ઉપરાંત ત્યાં સારવાર લેતા અને અવર-જવર કરતા દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલી આ અદ્યતન બિલ્ડિંગની છતમાંથી પાણી ટપકતા હલકી ગુણવત્તા છતી થઈ છે. છતમાંથી પાણી ટપકતા પાણીની ડોલ મૂકીને પાણીથી બચવાના પ્રયોસ કરતા હવાનો વીડિયો એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે.

પાણી ટપકતી છત વચ્ચે સારવાર લેતા દર્દીઓને મુશ્કેલી; સ્પિટલની ઘોર બેદરકારી

હોસ્પિટલમાં સારવારની સાથે જ્યારે તંત્રની બેદરકારીના કારણે હેરાનગતિ પણ આપવામાં આવતી હોય ત્યારે આપણે દોષ કોનો સમજવો તે મોટો પ્રશ્ન સામે આવ્યો છે.કરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાય આવી બેદરકારી કેમ? હોસ્પિટલની અદ્યતન બિલ્ડિંગમાં હલકી ગુણવત્તા અને નબળી કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેની જાણ એક જાગૃત નાગરિક દ્વારા થતા ખળભળાટ મચવા પામ્યો છે. તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


  • Follow us on: