પાટણના સાંતલપુર ટોલટેક્સના કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. થરાદના પરિવાર પર કર્મીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. વાહનચાલકે ખાડાઓ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો, રસ્તાની ખરાબ હાલત છતાં ટોલ વસૂલવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ ગાડી સળગાવી દેવાની ધમકી આપી હતી. સાંતલપુર પોલીસે 4 ટોલ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
સાંતલપુર ટોલટેક્સના કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ
પાટણના સાંતલપુર ટોલટેક્સના કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાંતલપુરના ભારતમાલા હાઇવે પર થરાદના પરિવાર પર ટોલટેક્સ કર્મચારીઓ જીવેલણ હુમલો કર્યો હતો. થરાદથી અંજાર જઈ રહેલ વાહન ચાલકે ટોલટેક્સ પર પર માર્ગ પર પડેલ ખાડાઓના વાંધો ઉઠાવ્યો હતો. રસ્તાની હાલત ખરાબ છતાં ટોલ વસૂલાત કરો છો કહેતા ટોલ કર્મીઓ એ પિતા– પુત્ર હુમલો કર્યો હતો.
માર્ગ પર પડેલ ખાડાઓના વાંધો ઉઠાવ્યો
ટોલ કર્મીઓ સિસ્ટમ બગડી છે ગઈ તેમ કહીને ગાડી પરત લે નહીંતર ગાડી સળગાવી દેશું તેમ કહીને ટોલ બંધ કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ટોલ કર્મીઓ એ 2 મહિલા 2 પુરુષોને ગડદા પાટુ તેમજ લાકડી વડે માર મારતા થરાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે 4 ટોલ કર્મીઓ વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.