અમદાવાદમાં મોટી દૂર્ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ani ના જણાવ્યાનુસાર પ્લેનમાં કુલ 242 લોકો પ્લેનમાં સવાર હતા. ફ્લાઇટ લંડન જઇ રહી હતી.  AI-171 પ્લેનમાં આ ઘટના બની. એર ઇન્ડિયાનું ડીમ લાઇનર વિમાન હતું, ઘટનાને પગલે  ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત  કરી. 


અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી વાતચીત 

હાલ ઘટનાને પગલે એનડીઆરએફની 2 ટીમ સ્થળ પર પહોંચી છે. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયુ છે.  અમદાવાદથી ફ્લાઇટ લંડન જઇ રહી હતી. એર ઇન્ડિયાના પ્લેનમાં થયેલી આ ઘટનાને પગલે હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવાિ છે. અમિત શાહે દરેક સંભવ મદદ કરવાનુ આશ્વાસન આપ્યું છે. 

વિજય રૂપાણી હતા પ્લેનમાં ??

સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં હતા. જો કે બાદમાં એવુ સામે આવ્યું કે વિજય રૂપાણી લંડન જવા પરિવાર સાથે નીકળ્યા હતા પરંતુ તેઓ આ ફ્લાઇટમાં નહી પણ બીજી ફ્લાઇટમાં હતા.   ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ટેક ઓફ થયા બાદ પ્લેન ક્રેશ થયું. તેના દ્રશ્યો એવા સામે આવ્યા છે કે ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. 












  • Follow us on: