મહેસાણા જિલ્લા પોલીસ અધીક્ષક કચેરી દ્વારા પોલીસ તંત્રમાં શિસ્ત અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી કારણોસર જિલ્લાના 6 પોલીસ સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ફેરબદલથી જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

એસ. એમ. ચૌધરી અને કે. જી. ચૌધરીની નવી નિયુક્તિ

બદલીના આદેશ અનુસાર, મહેસાણા SOG માં ફરજ બજાવતા PSI એસ. એમ. ચૌધરીની નંદાસણ પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોડમાં કાર્યરત PSI કે. જી. ચૌધરીને વિજાપુર પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

વિજાપુર PI લીવ રિઝર્વમાં અને PSI ને ઇન્ચાર્જ ચાર્જ સોંપાયો

વિજાપુર પોલીસ સ્ટેશનના PI ડી. જે. દેસાઈને લીવ રિઝર્વમાં મુકવાનો આદેશ કરાયો છે. તેમની જગ્યાએ પેરોલ ફર્લો સ્ક્વોડમાંથી ટ્રાન્સફર થયેલા PSI કે. જી. ચૌધરીને વિજાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Mehsana News: Police Transfer: 6 PSIs Shifted, Vijapur PI Sent to Leave Reserve

યુ. બી. ઝાલા અને યુ. કે. પટેલની બદલીના આદેશ

સતલાસણા પોલીસ મથકના PSI યુ. બી. ઝાલાની એન્ટી રેડીકલાઇઝેશન સેલ ખાતે બદલી કરવામાં આવી છે, અને તેમની સાથે તેમને પેરોલ ફર્લો સ્ક્વોડનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. જ્યારે મહિલા પોલીસ સ્ટેશનના PSI યુ. કે. પટેલની વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

એન્ટી નાર્કોટીક્સ વીંગ અને SOG શાખામાં નવા તૈનાતી

PSI આર. કે. મીરને લીવ રિઝર્વમાં મૂકીને એન્ટી નાર્કોટીક્સ વીંગમાં અટેચ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, નંદાસણ પોલીસ સ્ટેશનના PSI જે. એમ. ગેહલોતની મહેસાણા SOG શાખામાં બદલી કરીને નવી જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.


આ પણ વાંચો: Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં