જામનગરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. જામનગરના AAPના અંદાજે 30 હોદ્દેદારો અને પાયાના કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે. આ તમામ નેતાઓ થોડીવારમાં પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસનો ખેસ પહેરીને પક્ષની સત્તાવાર સદસ્યતા ગ્રહણ કરશે.
2014ના સ્થાપક કાર્યકરો અને પૂર્વ ઉમેદવારોનો સમાવેશ
આ પક્ષપલટાની ખાસ વાત એ છે કે, જે 30 હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેમાં વર્ષ 2014માં જામનગરમાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનારા મૂળ અને વફાદાર કાર્યકરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ 30માંથી 10 હોદ્દેદારો એવા છે કે, જેઓ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ઉમેદવાર રહી ચૂક્યા છે. આ આગેવાનોના જોડાવાથી જામનગર જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી શક્યતા છે.
