વડોદરા શહેરની 145-માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ગઢ જાળવી રાખીને ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર સતીષ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,499 મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો છે. સતીષ પટેલને કુલ 55,084 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા હતા.
જીત ભાજપના પાયાના કાર્યકરોની
જીત બાદ વિજયી ઉમેદવાર સતીષ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત ભાજપના પાયાના કાર્યકરો અને અગ્રણીઓની મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ ભવ્ય વિજયને સ્વ. યોગેશ પટેલને સમર્પિત કરે છે અને વિસ્તારના તમામ કાર્યકરો તથા મતદારોનો આભાર માને છે.
