અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક તઘલખી આદેશ બહાર પાડતાં શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણાધીકારી દ્વારા ભાજપના નવનિયુક્ત પ્રમુખના સન્માન સમારોહમાં શિક્ષકોને હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું છે.
ભાજપના નવનિયુક્ત પ્રમુખના સન્માન સમારોહમાં ઓછામાં ઓછા 2 શિક્ષકોને મોકલવા શાળાઓને આદેશ
અમદાવાદ જિલ્લા શિક્ષણાદીકારીએ ભાજપના નવનિયુક્ત પ્રમુખના સન્માન સમારોહમાં ઓછામાં ઓછા 2 શિક્ષકોને મોકલવા શાળાઓને આદેશ કર્યો છે જેના કારણે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રમુખના કાર્યક્રમમાં શિક્ષકો કેમ હાજર રહે તેવો પ્રશ્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતના શિક્ષણની અધોગતિ
જિલ્લા શિક્ષણાધિકારીના ફરમાન પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની પ્રતિક્રિયા આવી છે. હેમાંગ રાવલે કહ્યું કે ગુજરાતના શિક્ષણની અધોગતિ થઈ રહી છે તેવામાં શિક્ષકોને પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહમાં હાજર રહેવાનો આદેશ અયોગ્ય છે.
ગુજરાતના શિક્ષકોને 80 ટકા બિનઅધિકૃત કામગીરી સોંપાય છે
તેમણે કહ્યું કે ગુજરાતના શિક્ષકોને 80 ટકા બિનઅધિકૃત કામગીરી સોંપાય છે જેના કારણે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના પરખ રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણની સ્થિતિ અંગેનો અહેવાલ આવ્યો છે જેમાં શ્રેષ્ઠ શિક્ષણ બાબતે દેશના ટોપ 10 રાજ્યોમાંથી ગુજરાત રાજ્ય બાકાત છે.
પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહના કારણે વિધાર્થીઓનું શિક્ષણ છીનવાઈ રહ્યું છે
ઉલ્લેખનિય છે કે 17 ઓક્ટોબરે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સન્માન સમારોહ યોજાવાનો છે . હેમાંગ રાવલે કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહના કારણે વિધાર્થીઓનું શિક્ષણ છીનવાઈ રહ્યું છે.
જગદીશ વિશ્વકર્માએ સ્વયં જાહેરાત કરવી જોઈએ
હેમાંગ રાવલે તો એમ પણ કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માએ સ્વયં જાહેરાત કરવી જોઈએ કે સન્માન સમારોહમાં શિક્ષકોએ ન આવવા જોઈએ