ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠકો યોજાઈ રહી છે. આ બેઠક 10 તારીખ સુધી ચાલશે. આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થશે.
ભાજપની બેઠક આવતીકાલ સુધી લંબાવાઈ
ભાજપની ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ છે. આ બેઠક આવતીકાલ 10 એપ્રિલ સુધી ચાલશે. ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ મથામણ કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ચર્ચાઓ બાકી હોવાથી બેઠક લંબાવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ બેઠકમાં ચર્ચાઓ થયા બાદ આવતીકાલે એક સાથે તમામ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરાશે.
