સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ અમદાવાદના પાલડીમાં કોંગ્રેસે એક લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી હતી. ત્યાર બાદ ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ વિવાદ સર્જાયો હતો. પરંતુ ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 19 લઘુમતી ઉમેદવારોને ટીકિટ આપી છે. જ્યારે વડોદરા પંચાયતમાં એક પણ મુસ્લીમ ઉમેદવારને ટિકિટ આપી નથી.
અમદાવાદ જિલ્લામાં ભાજપની 9 લઘુમતીને ટિકિટ
અમદાવાદ જિલ્લામાં ભાજપે 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. તાલુકા પંચાયતમાં ત્રણ લઘુમતિ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સાણંદની વિરોચનનગર બેઠક પર સમસુદ્દિન પઠાણને ટિકિટ અપાઈ છે. ધંધૂકાની બાજરડામાં તૌફિક ઉમડીયા ઉમેદવાર છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કયામુદ્દિન સિદાનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 3 નગરપાલિકામાં 9 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામમાં 2 અને ધોળકામાં 6 લઘુમતી ઉમેદવાર છે. બારેજામાં 1 લઘુમતીને ટિકિટ આપી છે.
