ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે, પરંતુ રાજ્યના વિવિધ શહેરોમાંથી EVM મશીનો ખોટકાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ટેકનિકલ ખામીને કારણે કેટલીક જગ્યાએ મતદાન 40 મિનિટ સુધી મોડું શરૂ થતા મતદારોમાં ક્યાંક રોષ તો ક્યાંક અધીરાઈ જોવા મળી હતી.


રાજકોટ મોકપોલ દરમિયાન જ મશીન ખોટકાયું

રાજકોટના વોર્ડ નંબર 7 માં આવેલી મુરલીધર શાળા ખાતે મતદાન શરૂ થાય તે પૂર્વે કરવામાં આવતા મોકપોલ દરમિયાન જ EVM મશીનમાં ખામી સર્જાઈ હતી. જોકે, ચૂંટણી અધિકારીએ સતર્કતા દાખવી તુરંત જ મશીન બદલી નાખ્યું હતું અને ત્યારબાદ રાબેતા મુજબ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

નવસારી 40 મિનિટ સુધી મતદારો અટવાયા

નવસારીમાં મતદાનની શરૂઆત જ વિઘ્ન સાથે થઈ હતી. વોર્ડ નંબર 6 માં કાલિયાવાડી વિસ્તારની કન્યાશાળા ખાતે EVM મશીન ખોટકાઈ ગયું હતું. આ ખામીને કારણે મતદાન પ્રક્રિયા અંદાજે 40 મિનિટ જેટલી મોડી શરૂ થઈ હતી. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારોએ ગરમીની શરૂઆત પહેલા મતદાન કરવાની આશા રાખી હતી, પરંતુ ટેકનિકલ ખામીને લીધે તેમને રાહ જોવી પડી હતી.

 રામોલ-હાથીજણ વિસ્તારમાં સમસ્યા

અમદાવાદમાં પણ ચૂંટણીના ઉત્સાહ વચ્ચે EVM ખોટકાયાના સમાચાર મળ્યા છે. રામોલ-હાથીજણના બૂથ નંબર 44 પર મશીન બંધ થઈ ગયું હતું. આ ઉપરાંત, ડૂન સ્કૂલ ખાતેના મતદાન મથક પર પણ EVM માં ખામી સર્જાતા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat Local body election 2026 : 'ગરમી વધે તે પહેલા મતદાન', આકરા તાપથી બચવા ગુજરાતના મતદારોએ સવારથી જ મતદાન કેન્દ્રો પર

  • Follow us on: