ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે આવતીકાલે રાજ્યભરમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ચૂંટણીનું ગણિત અને ઉમેદવારો

આ વખતની ચૂંટણીમાં કુલ 9,263 બેઠકો માટે રસાકસી જામવાની છે, જેમાં 25,537 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

મતદાન મથકો અને સુરક્ષા વ્યવસ્થા

રાજ્યભરમાં કુલ 48,450 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સંવેદનશીલ મથકો: 14,275,અતિ સંવેદનશીલ મથકો: 2,196,પોલીસ ફોર્સ: 92,583 જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.

વહીવટી તૈયારીઓ

ચૂંટણી પ્રક્રિયાને સુલભ બનાવવા માટે 2,64,715 પોલિંગ સ્ટાફ રાત-દિવસ કાર્યરત છે. ટેકનોલોજીની વાત કરીએ તો, મતદાન માટે 1,22,951 બેલેટ યુનિટ (BU) અને 1,08,188 કંટ્રોલ યુનિટ (CU) મશીનો ફાળવવામાં આવ્યા છે.આવતીકાલે રાજ્યના કુલ 4,08,16,713 મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. તંત્ર દ્વારા તમામ મતદારોને નિર્ભય થઈને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Local Body Elections 2026 : ચૂંટણી પૂર્વે સુરતનું તંત્ર સજ્જ, શાંતિપૂર્ણ મતદાન માટે એક્શન પ્લાન જાહેર