ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ભાવનગરમાં એક ઐતિહાસિક રાજકીય ઘટના જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ગત રાત્રિએ મુખ્યમંત્રીએ ભાવનગર શહેરના પીરછલ્લા વોર્ડ નંબર-6 ના ચૂંટણી કાર્યાલયની અચાનક મુલાકાત લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

દિગ્ગજ નેતાઓની હાજરી

મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત દરમિયાન તેમની સાથે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત ભાજપના અનેક દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા. CM એ વોર્ડ કાર્યાલય પર હાજર ઉમેદવારો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને ચૂંટણી જીતવા માટે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

વોર્ડ સ્તરે પ્રચારનો નવો અભિગમ

સામાન્ય રીતે મુખ્યમંત્રી સ્તરના નેતાઓ મોટી જાહેર સભાઓ કે રોડ શો કરતા હોય છે, પરંતુ ભાવનગરમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ મુખ્યમંત્રીએ સીધા જ વોર્ડ સ્તરના કાર્યાલય પર જઈને કાર્યકરો સાથે બેઠક કરી હોય. આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: જુહાપુરામાં ઇન્સ્ટા સ્ટોરી બાબતે યુવકની કરપીણ હત્યા, વાત કરવા બોલાવી છરી-પથ્થરથી ખેલાયો મોતનો ખેલ