ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં 10898ની ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 15મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી દાવેદારી પાછી ખેંચવા ચૂંટણી આયોગે મહેતલ આપી છે.આ દરમિયાન અનેક બેઠકો પર ફોર્મ રદ થયા છે અને પરત ખેંચાયા છે. કોંગ્રેસે તેના ઉમેદવારોને છેલ્લી ઘડીએ સંતાડવા પ્રયાસો કરાયા છે.ત્યારે ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા મુદ્દે બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો વચ્ચે મારામારી થઈ હતી. ડભોઈના ધારાસભ્યની હાજરીમાં મારામારી થઈ હતી.
લિંગાસ્થડીનાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
ડભોઈમાં લિંગાસ્થડીનાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. થુંવાવી જિલ્લા પંચાયતના ઉમેદવાર અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે મારામારી થઈ હતી. ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતાં. ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ડભોઈના ધારાસભ્યની હાજરીમાં બબાલ થઈ હતી. તેમની સાથે પણ ઝપાઝપી થઈ હતી. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. મારામારી દરમિયાન પોલીસ વચ્ચે પડી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ડભોઈમાં ચૂંટણી તોફાની બની હતી.
