ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છા છે . નવ નિયુક્ત અધ્યક્ષનો જોશ અને જુસ્સો સૌએ જોયો છે અને આ જોશ અને જુસ્સો આવોને આવો રહે તેવી શુભેચ્છા છે.
જગદીશ વિશ્વકર્માને સરકાર અને સંગઠનનો અનુભવ
કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી રહી છેઃ જગદીશભાઇ પણ ટેકનોસેવી છે. તેમણે કહ્યું કે જગદીશ વિશ્વકર્માને સરકાર અને સંગઠનનો અનુભવ છે અને સંગઠન અને સહકારનો યોગ્ય તાલમેલ જરૂરી છે. જ્યારે તેઓ અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે AMCમાં સૌથી સારું પરિણામ આવ્યું હતું. સરકાર અને સંગઠનનો તેમને ખબૂ સારો અનુભવ છે. સારી કામગીરી કરી છે.













