ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ પત્ર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આગામી 5 વર્ષના માસ્ટર પ્લાન અને વિઝન સાથે જાહેર કરવામાં આવેલા આ ઘોષણાપત્રમાં શહેરને ગ્રીન, ક્લીન અને મોર્ડન 'સ્માર્ટ સિટી' બનાવવાની દિશામાં અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓનું આધુનિકીકરણ
- શહેરના ટ્રાફિક અને માર્ગોની કાયાપલટ કરવા માટે ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વિશેષ આયોજનો દર્શાવ્યા છે.
- શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે AI આધારિત સિગ્નલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
- શહેરના મુખ્ય રસ્તાઓને આધુનિક ઓળખ આપવા માટે 'ચ' રોડને આઈકોનિક રોડ તરીકે વિકસાવાશે.
- રોડ નંબર 2-3 ને વિશેષ સ્માર્ટ રોડમાં પરિવર્તિત કરવામાં આવશે.
શહેરી વિસ્તારમાં તબક્કાવાર મજબૂત CC રોડનું નિર્માણ કરવામાં આવશે
- સેક્ટરોનું સૌંદર્યકરણ અને ડિજિટલ વિકાસ
- ગાંધીનગરની આગવી ઓળખ સમાન સેક્ટરો અને ટેક્નોલોજીના વિકાસ માટે નીચે મુજબના આયોજનો કરાયા છે:
- તમામ સેક્ટરોનું સુંદર્યકરણ વધારીને તેને થીમ આધારિત વિકસાવવામાં આવશે.
- દરેક સેક્ટરની શરુઆતમાં આકર્ષક પ્રવેશદ્વાર, સ્ટ્રીટ ફર્નિચર અને આધુનિક ફૂટપાથ બનાવવામાં આવશે.
- ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિ માટે AI લેબ, સ્માર્ટ સ્કૂલ અને ડિજિટલ એજ્યુકેશનનું વચન અપાયું છે.
- દરેક ગામમાં નાગરિકો માટે નવા પુસ્તકાલયોનું નિર્માણ કરાશે.
જનસુવિધા, મનોરંજન અને મહિલા સશક્તિકરણ
- નાગરિકોની સુખાકારી અને મનોરંજન માટે સંકલ્પ પત્રમાં અનેક આકર્ષક પ્રોજેક્ટ્સ સામેલ છે:
- મહિલાઓના આરોગ્ય અને ફિટનેસ માટે ખાસ અલાયદું જીમ બનાવવામાં આવશે.
- આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભવ્ય આયોજન કરાશે.
- પર્ફોર્મિંગ આર્ટ્સ માટે સિટી સેન્ટર ખાતે વિશેષ સેન્ટર અને નવા ટાઉન હોલ બનાવાશે.
- ઐતિહાસિક મીના બજારનો પુનઃવિકાસ કરવામાં આવશે.
- પબ્લિક ટ્રાન્સપોર્ટને વેગ આપવા શહેરમાં આધુનિક ડબલ ડેકર AC બસ સેવા શરૂ થશે તેમજ બાળકો અને પરિવાર માટે વન્ડર પાર્કનું નિર્માણ કરાશે.
