આજે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે અને તે પહેલાં કેટલાક ધારાસભ્યોને ફોન આવવાના શરુ થઇ ગયા છે. જેમાં મુખ્ય નામ કનુ દેસાઇનું છે.

અગાઉની સરકારમાં કેબિનેટમાં નાણાં મંત્રી


કનુ દેસાઇ ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારમાં કેબિનેટમાં નાણાં મંત્રી હતા. તેઓ વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. 2012થી કનુ દેસાઇ પારડી બેઠક પરથી ચૂંટાઇ આવે છે.


પારડી ઉમરસાડીના દેસાઇ પરિવારમાંથી આવે છે


કનુ દેસાઇ વલસાડ જિલ્લાના પારડી ઉમરસાડીના દેસાઇ પરિવારમાંથી આવે છે. તેમણે ભાજપમાં કાર્યકર બાદ જિલ્લા મહામંત્રી તરીકે રાજકિય કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યારબાદ 2012માં તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.

 રાજકારણનો 30 વર્ષ કરતા વધુ અનુભવ


તેઓ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય રહ્યા છે અને રાજકારણનો 30 વર્ષ કરતા વધુ અનુભવ ધરાવે છે. તેઓ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સળંગ 7 વર્ષ રહ્યા હતા. તેમના પ્રમુખ બન્યા બાદ વલસાડ જિલ્લામાં ભાજપ વધુ મજબૂત બન્યું હતું અને કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પણ ભાજપ જીતી ગયું હતું.

  • Follow us on: