જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ગુજરાત સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાયું હતું. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. જો કે શપથ સમારોહ દરમિયાન પહેલી વખત મંત્રી બનનારા ફતેપૂરાના ધારાસભ્ય રમેશ કટારાને મુંઝવણ થઇ હતી. રમેશ કટારા નર્વસ થઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું.


[[$googlead]]

શપથ સમારોહમાં દિલચસ્પ દ્રષ્ય જોવા મળ્યું

આજે શપથ સમારોહમાં દિલચસ્પ દ્રષ્ય જોવા મળ્યું હતું. તમામ કેબિનેટ મંત્રીઓના શપથ બાદ રાજ્ય કક્ષાના મંત્રીઓના શપથ શરુ થયા હતા જેમાં કાંતિ અમૃતિયા, રમેશ કટારા અને દર્શના વાઘેલાને શપથ લેવા માટે સ્ટેજ પર બોલાવાયા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવાની શરુઆત કરી

ત્રણેય ધારાસભ્ય ત્રણ માઇક પાસે શપથ લેવા ઉભા રહ્યા હતા અને ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવાની શરુઆત કરી હતી જેમાં તેઓ શપથની શરુઆતમાં હું..એમ કહીને અટક્યા હતા. આ ઇશારો હતો કે હવે હું..ની જગ્યાએ આ ત્રણેય ધારાસભ્યોએ પોતાના નામ બોલવાના હતા

[[$alsoread]]

 રમેશ કટારાને પોતાનું નામ બોલવાનું હતું પણ....

એ સમયે રાજ્યપાલ જ્યારે શપથ લેવડાવવા માટે હું..બોલ્યા કે તુરત જ કાંતિ અમૃતિયાએ પોતાનું નામ બોલ્યા હતા અને ત્યાર પછી રમેશ કટારાને પોતાનું નામ બોલવાનું હતું પણ રમેશ કટારા મુંઝવણમાં હશે કે કેમ પણ તે પોતાનું નામ બોલ્યા ન હતા અને ઉભા રહ્યા હતા.

અપના અપના નામ બોલો

જેથી રાજ્યપાલે ફરીથી શપથ લેવડાવવા હું...... કહીને અટકી ગયા હતા અને કહ્યું હતું કે પોતાનું નામ બોલો ને...ત્યારબાદ બીજી વખત કાંતિ અમૃતિયા પોતાનું નામ બોલ્યા હતા અને તે વખતે રાજ્યપાલે ફરીથી કહ્યું હતું કે અપના અપના નામ બોલો

રમેશ કટારાને માઇક એડજસ્ટ કરી આપ્યું

જો કે તે વખતે રમેશ કટારાનું માઇક ઉંચું હોવાથી એક કર્મચારી દોડી આવ્યો હતો અને તેણે રમેશ કટારાને માઇક એડજસ્ટ કરી આપ્યું હતું અને ત્યારબાદ રમેશ કટારા પોતાનું નામ બોલ્યા હતા અને પછી દર્શના વાઘેલા પોતાનું નામ બોલ્યા હતા અને આ રીતે ત્રણેય રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.

રમેશ કટારાની નર્વસનેસ અને મુંઝવણ જોવા મળી

આ બનાવમાં રમેશ કટારાની નર્વસનેસ અને મુંઝવણ જોવા મળી હતી કારણ કે તેમને ખ્યાલ ન હતો કે રાજ્યપાલ શપથ લેવડાવતી વખતે હું ..એટલું બોલીને અટકી જાય ત્યાર પછી શપથ લેનારા મંત્રીએ પોતાનું નામ બોલવાનું હોય છે.


  • Follow us on: