રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેમને સરકારી કાર્યક્રમોમાંથી બાદ રાખવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાયા છે. રાજ્યભરના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે. હવે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવશે. તેમનું મંત્રાલય પણ હાલમાં સુમસામ વ્યાપી રહ્યું છે.


[[$googlead]]

ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવે તેવી શક્યતાઓ

રાજ્ય સરકારે આ પરથી સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી કોઈપણને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે.મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રખાશે રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડને કારણે રાજ્ય સરકારની છબી ખરડાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવે તેવી શક્યતાઓ સર્જાઈ છે.

પંચાયત વિભાગના સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે

રાજ્ય સરકારના પંચાયત વિભાગના સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે. બચુ ખાબડના મંત્રાલયના જવાબો રાઘવજી પટેલ આપશે. બચુ ખાબડ આ પહેલા કેબિનેટની બેઠકમાંથી પણ દૂર રહ્યા છે. તેમના પુત્રોની મનરેગા કૌભાંડમાં સંડોવણી જાહેર થયા બાદ સરકાર તેમને દૂર રાખશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. બચુ ખાબડને વડાપ્રધાન મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ દૂર રખાયા હતાં. ત્યાર બાદ સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં પણ દૂર રખાયા હતાં. તેઓ છેલ્લે ગોધરા ખાતેના એક કાર્યક્રમમા જોવા મળ્યા હતાં.

[[$alsoread]]

મંત્રી બચુ ખાબડને વેતરવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી

આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને વેતરવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ખાબડના હરિફને ભાજપમાં જોડવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા ભરત વાખડા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. બચુ ખાબડના બંને દીકરા મનરેગા કૌભાંડમાં સંડોવાયા હોવાથી તેમને સરકારી કાર્યક્રમોમાં પણ બાદબાકી કરાઈ હતી. આ ભ્રષ્ટાચારને કારણે છબી ખરડાતા નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. ભાજપ મતનું ડેમેજ કંટ્રોલ કરવા ભરત વાખડાને કેસરીયા કરાવી શકે છે.


  • Follow us on: