આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. આ મતદાન શરૂ થાય તે પહેલાં જ પંચમહાલમાં મતદાન મથક પર આગની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.શહેરના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલ જેને મતદાન મથક તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી ત્યાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.


EVMને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાં

પંચમહાલના ગોધરામાં બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલ જેને મતદાન મથક તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી ત્યાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. શાળાના રૂમમાં ACમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગના ધૂમાડાના ગોટેગોટો જોવા મળ્યા હતાં. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચૂંટણી સ્ટાફ અને ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.EVMને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાં.

ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી

પ્રાથમિક તપાસ મુજબ મતદાન મથકમાં લગાવવામાં આવેલા ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.આગની જાણ થતા જ ગોધરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ફાયર ફાઈટરોએ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. 


આ પણ વાંચોઃ Gujarat Local body election 2026 : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, જનતા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે


  • Follow us on: