રાજ્યમાં આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં ભાજપનો આંતરિક જૂથવાદ લોહિયાળ સ્વરૂપે બહાર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ ઇન્દિરાનગર વિસ્તારમાં ભાજપના જ બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની છે, જેમાં 3 લોકોને ઇજા પહોંચી છે.


જૂની અદાવત બની કારણ

મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 9 ના ભાજપના કાર્યકરો વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે મતદાનના પવિત્ર દિવસે જ આ અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને જૂથોના કાર્યકરો લાકડીઓ અને બોથડ પદાર્થો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ અથડામણમાં 3 કાર્યકરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ એક્શન મોડમાં

ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઇન્દિરાનગર વિસ્તારમાં દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મતદાન મથકની નજીક બનેલી આ ઘટનાને પગલે મતદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ રખાવી છે.

આ પણ વાંચો: Gujarat Local body election 2026 : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, જનતા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે


  • Follow us on: