ગુજરાત કોંગ્રેસમાં સંગઠન અને ટિકિટ વિતરણ મુદ્દે આંતરિક અસંતોષ વચ્ચે ક્કખેલક્ર અને સોપારી જેવા ગંભીર આક્ષેપોની ચર્ચાએ જોર પકડયું છે, જ્યારે દિલ્હી હાઈકમાન્ડની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા છે.જેની પાછળ પક્ષના જ જવાબદાર નેતાઓનો વિરોધી પાર્ટી સાથે ગઠબંધન હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે રાજ્યમાં 150 જેટલી બેઠકો બિનહરિફ થતાં આ સવાલો વધુ મજબૂત થયાં છે. આજે નવસારીની ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસની નિષ્કાળજીના કારણે ભાજપને સત્તાની ભેટ મળી શકે છે.
રાજકીય ખેલ પાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું
નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ જ ભાજપને સત્તાની ભેટ આપી શકે છે. કોંગ્રેસની બેદરકારીને કારણે ભાજપને સત્તાની ભેટ મળી શકે છે. ગણદેવી નગરપાલિકાની 24 પૈકી 20 બેઠક બિનહરીફ થઈ શકે છે. કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ નહીં પહોંચતા ફોર્મ રદ થશે. 4 બેઠકો પર અપક્ષ ઉમેદવાર હોવાથી મતદાન થઈ શકે છે. વોર્ડ નંબર 1, 4, 5, 6માં અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. આ કોંગ્રેસની ભૂલ કે રાજકીય ખેલ પાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
