રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી છે. બહુમાળી ભવન ચોકથી જ્યુબેલી ચોક સુધી યાત્રા યોજવામાં આવી છે. નાના મોટા 12 સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ તિરંગા યાત્રામાં ધારાસભ્યો, નગરસેવકો સહિત અગ્રણીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ યાત્રામાં જોડાયા છે. રાજકોટમાં તિરંગા યાત્રામાં સાંસદ રામ મોકરિયા ગેરહાજર રહ્યા છે. કાર્યક્રમમાં મોકરિયાની નો-એન્ટ્રી વિવાદ વચ્ચે ગેરહાજર રહ્યા છે.
રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રા
રામ મોકરિયાને તિરંગા યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ શહેર ભાજપમાં કોઈ જૂથવાદ નથી. રામભાઈનું સન્માન જળવાઈ તે અમારા સૌની જવાબદારી છે. દિલ્હીમાં સત્ર હોવાથી રામભાઈ ઉપસ્થિત રહી શક્યા નથી. રામભાઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામ મોકરિયાને તિરંગા યાત્રા ગેરહાજર
આ તિરંગા યાત્રા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જો કે મનપા આયોજિત તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને આમંત્રિત કરાયા છે. હજુ સુધી કાર્યક્રમના મોકરિયા પહોંચ્યા નથી. જોકે રામ મોકરિયા તેમની પાર્ટીના નેતાઓ સામે પડ્યા છે. તેવામાં તિરંગા યાત્રામાં તેમની ગેરહાજરીથી લોકોને વિચારવા મજબૂર કરી રહી છે.









