સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બપોરે વોર્ડ નં. ૧૨માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપી દીધું હતું. તો એ પૂર્વે પક્ષથી નારાજ 500થી વધુ કાર્યકર્તાઓએ આપ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.પાર્ટી દ્વારા તેઓની અવગણના કરવામાં આવતી હોવાના લીધે તમામ કાર્યકર્તાઓમાં લાંબા સમયથી નારાજગી હતી.

તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.જે લોકો આપ પાર્ટીમાં જોડાયા તેમાં 2021માં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડનારા આહીર સમાજના અગ્રણી નીતાબેન બલદાણિયા તેમજ વોર્ડ નંબર-1માંથી ચૂંટણી લડનારા પંકજ સરખેદીયા સહિતના અગ્રણીઓ સહિત મોટા વરાછાના સૃષ્ટિ વિસ્તારમાંથી અન્ય 500 લોકો પણ શામેલ છે.ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર પ્રીતિ સાદડિયાએ આપ પાર્ટી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ કરતા આક્ષેપ કર્યા હતા કે,દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો ફક્ત ઉઘરાણાંમાં જ માને છે.

આ પણ વાંચોઃ Gujarat News: વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી