સુરતમાં ગત વખતે આમ આદમી પાર્ટીએ પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ આ વખતની મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો વાગ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કદાવર નેતા મનોજ સોરઠિયાનો પરાજય થયો છે. મનપાના 120 વોર્ડમાંથી વોર્ડ નંબર ચારમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. મતદાન થયા બાદ મનપાના કેટલાક વોર્ડમાં ઉમેદવારોમાં ચિંતા ઉભી થઈ હતી.

મનોજ સોરઠિયા પણ આ બેઠક પરથી હારી

સુરતમાં આ વખતે ભાજપે બાજી મારી છે. ગઈ વખતે મનપામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ હતી. તે વોર્ડમાં હવે આપના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. મનપાના 120 વોર્ડમાંથી ચાર નંબરના વોર્ડમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે અને આપના ઉમેદવારોના સુપડા સાફ થઈ ગયાં છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠિયા પણ આ બેઠક પરથી હારી ગયા છે. 

આ પણ વાંચોઃ Local Body Election 2026 Gandevi Nagar palika: ભાજપની આખી પેનલ વિજેતા બની ગણદેવી નપા વોર્ડ 1માં ભાજપની પેનલ વિજેતા