બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.
પક્ષવાર ઉમેદવારોની સ્થિતિ
થરાદ નગરપાલિકાના કુલ સાતેય વોર્ડ માટે જંગ ખેલાવાનો છે. આ સાતેય વોર્ડમાં કુલ 97 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. પક્ષીય ગણિત પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP) 40 ફોર્મ, કોંગ્રેસ (Congress) 32 ફોર્મ, અન્ય અને અપક્ષ 25 ફોર્મ ભરાયા છે.
