સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ હોવાના કારણે ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને રસાકસી જોવા મળી રહી છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં દાવેદારોનો જાણે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા
વોર્ડ-૧૭ અને ૧૮ માં દાવેદારોની ‘સેન્ચુરી’ જેવી સ્થિતિ
વડોદરાના વિવિધ વોર્ડમાં ટિકિટ માંગનારાઓના આંકડા આશ્ચર્યજનક છે. સૌથી વધુ દાવેદારી વોર્ડ નંબર ૧૭ માં નોંધાઈ છે, જ્યાં કુલ ૯૮ કાર્યકરોએ ટિકિટ માંગી છે. તેની પાછળ તરત જ વોર્ડ ૧૮ માં ૯૬ અને વોર્ડ ૯ માં ૯૫ દાવેદારો મેદાનમાં છે. સત્તાપક્ષ હોવાને કારણે કાર્યકરોને વિશ્વાસ છે કે ભાજપની ટિકિટ એટલે જીતની ગેરંટી, જેના કારણે વોર્ડ દીઠ આટલી મોટી સંખ્યામાં રજૂઆતો થઈ રહી છે.
