વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી હુંકાર કર્યો છે કે, આગામી ચૂંટણીમાં કોઈનાથી ડરતા નહી અને આ વાઘોડીયા કોઈ બોડીબામણીનું ખેતર નથી કે કોઈ પણ આવે અને જાય, ચૂંટણી આવશે તો પણ અમને ડર નથી, 2022માં જેણે ડિપોઝિટ ગુમાવી તે જનતાની શું સેવા કરશે તેવા આક્ષેપો જાહેરમંચ પરથી કર્યા હતા.
સ્નેહમિલનમાં MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો હુંકાર
વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો હુંકાર સામે આવ્યો છે જેમાં તેમનું કહેવું છે કે, આગામી ચૂંટણીમાં કોઈનાથી ડરતા નહી, કોઈ બહુરુપીયો આવે તો જૂતાનો હાર પહેરાજો અને કોઈથી ગભરાતા નહીં, હું નહીં તમે ધારાસભ્યો છો અને વર્ષ 2022માં જેણે ડિપોઝિટ ગુમાવી તે જનતાની શું સેવા કરશે અને વાઘોડિયા બોડીબામણીનું ખેતર નથી, કાર્યકર્તાઓ પણ બેઠા હતા અને ભાજપના નેતાઓ પણ આ સંમેલનમાં હાજર હતા.
વાઘોડિયા અને કોટંબી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો
વાઘોડિયા અને કોટંબી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ આજવાના લંબે બડે હનુમાનજી ખાતે યોજાયો હતો. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તથા ઉપપ્રમુખ સહિત સંગઠનના પર્વ કાપડિયા અનેક હોદ્દેદારો, સરપંચો,અને કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સતત લોકો દ્વારા ચૂંટાઈને પ્રજાના કરેલા કામો પ્રતિનિધિઓએ માહિતી પ્રદાન કરી હતી. વડાપ્રધાન મોદીના દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મક્કમ નિર્ણયોવાળી ડબલ એન્જિનની ભાજપ સરકારથી તાલુકાના અનેક ગામોએ વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે પહેલીવાર ભાજપ તરફ્થી જિલ્લા પંચાયતની બેઠકોનું સ્નેહમિલન આ વર્ષે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી થીમ પર યોજાયું હતું.









