પોરબંદરમાં મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ છે. પાણીની આવક થતા મધુવંતી નદી બે કાંઠે વહી રહી છે. નદીનું પાણી શિવલિંગને સ્પર્શી સમુદ્રમાં વહેતુ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે.


[[$googlead]]

 મધુવંતી નદી બે કાંઠે વહી રહી 

[[$alsoread]]

માધવપુર ઘેડ પાસે આવેલી મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે. મધુવંતી નદીનું પાણી ભગવાન શિવની શિવલિંગને સ્પર્શી સમુદ્રમાં વહી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઘેડ વિસ્તારમાં પડેલા વરસાદથી મધુવંતી નદી ગાંડી તુર બની છે. ઘેડ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદ રહેશે

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. હાલ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.


  • Follow us on: