પોરબંદર નરસંગ ટેકરી રેલવે ફાટક મુદ્દે સ્થાનિક મહિલાઓ દ્વારા અગાઉ રોષ ભરેલી રજૂઆતો કરવામાં આવી હતી, રેલવે ફાટકનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોએ કલેક્ટર અને રેલવે અધિકારીને રજૂઆત કરી છે.


 રેલવે ફાટકનું નિરાકરણ ન આવતા રજૂઆત 

નરસંગ ટેકરી રેલવે ફાટક નો વૈકલ્પિક રસ્તો સ્થાનિકોને મંજૂર નથી અને દિવાળીનો તહેવાર નજીક આવતા સ્થાનિકોને પણ 3 થી 4 કિલોમીટર ફરીને પોતાના નિવાસ્થાને જવું પડે છે, ઉભરો રજૂઆતો કરવા છતાં પણ સત્તા પક્ષ અને વહીવટી તંત્ર આખા કાન કર્યા છે.

 વૈકલ્પિક રસ્તો મહિલાઓ માટે અસુરક્ષિત 

આજે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા રેલવે ફાટક ફરી શરૂ કરવા માટે કલેકટર અને પોરબંદર રેલવેના અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે હાલ ફાટક બંધ હોવાના કારણે વૈકલ્પિક રસ્તો મહિલાઓ માટે સુરક્ષિત ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

  • Follow us on: