પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં શ્વાને 2 મહિનાના બાળકને ફાડી ખાતા તેનું મોત થયું છે, કુતિયાણાના કોટડા ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો સમગ્ર ઘટનામાં નગરપાલિકાની ટીમ રખડતા શ્વાન પકડવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.


[[$googlead]]

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક

પોરબંદરના કુતિયાણામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં રખડતા શ્વાને 2 મહિનાના બાળકને શ્વાને ફાડી ખાતા મોત થયું છે, કુતિયાણાના કોટડા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરના 2 મહિનાના બાળકનું શ્વાનના કરડવાથી મોત થયું છે, વિશાલ મહેશ વાડકીયા 2 મહિનાના બાળકનું મોત નિપજ્યું છે, બાળકને થોડો સમય સારવાર મળી અને ત્યારબાદ તેનું મોત થયું છે, સમગ્ર ઘટનામાં બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

[[$alsoread]]

ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર

બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.

  • Follow us on: