વિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી 27 ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
રેલવે બ્લોકના કારણે લેવાયો નિર્ણય
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પૂરી પાડવા સંબંધિત કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો (Cancelled Trains)
01-ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૭.૦૮.૨૦૨૫ ના રોજ રદ (Cancel) રહેશે.
02-ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૯.૦૮.૨૦૨૫ ના રોજ રદ રહેશે.
હિંમતનગર-ખેડબ્રહ્મા નવી બ્રોડગેજ રેલ્વે લાઇનનું રેલવે સેફ્ટી કમિશનર દ્વારા નિરીક્ષણ
પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નવી બનેલી બ્રોડગેજ લાઇનનું રેલવે સેફ્ટી કમિશનર દ્વારા 14 ઓગસ્ટ 2025 ના રોજ નિરીક્ષણ કરવામાં આવશે. નિરીક્ષણ દરમિયાન, આ સેક્શન પર ટ્રેનને વધુ ઝડપથી ચલાવવામાં આવશે. સામાન્ય જનતાને સલામતી માટે રેલવે ટ્રેકથી યોગ્ય અંતર જાળવવા વિનંતી કરવામાં આવે છે. ચાલવું, બેસવું કે રેલ્વે ટ્રેક ક્રોસ કરવો એ માત્ર જીવલેણ જ નહીં પરંતુ કાયદા દ્વારા સજાને પાત્ર પણ છે.