આ વર્ષે સરકાર દ્વારા અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આની રહી છે. જે અંતર્ગત ઘણા શહેરોમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પોરબંદર શહેરમાં પણ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડિયા પણ જોડાયા હતા.


ભવ્ય આયોજન કરવામાં આવ્યું

પોરબંદર મહાત્મા ગાંધીજીની ભૂમિમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતી નિમિત્તે સરદાર એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ અધિકારીઓ તથા હજારોની સંખ્યામાં પોરબંદરની જનતા જોડાઈ હતી. આ પદયાત્રા જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

એકતા યાત્રામાં મોટી સંખ્યામાં પોરબંદરની જનતા જોડાઈ

આ એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને વહીવટી તંત્ર તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોરબંદરની જનતા જોડાઈ હતી. આ પદયાત્રા ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવનથી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી પદયાત્રા પહોચી હતી. જ્યાં તેમને પુષ્પાંજલિ આપી હતી.

પ્રેરણા આપતા રહેશે સરદાર પટેલના વિચારો

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી હેઠળ એકતા યાત્રા યોજાઈ છે. જેમાં સરદાર પટેલના વિચારો અને તેમના ભારતના વિઝનના વિચારો પણ લોકો વચ્ચે પહોંચાડવામાં આવ્યા છે. સરદાર પટેલના વિચારો દેશની જનતાને હંમેશા આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે.

  • Follow us on: