પ્રાંતિજમાં 6 વર્ષીય બાળકી સાથે 62 વર્ષના વૃદ્ધએ અડપલાં કર્યા હોવાનો આરોપ કરાયો છે. ઘટના વોરવાડ વિસ્તારમાં બની હતી, જ્યાં આરોપી અબ્દુલ રહીમ વોરા ઉર્ફે શ્બતક નામનો વૃદ્ધ આઈસ ગોળા બનાવવાનું કામ કરતો હતો. વધુમાં મળતી વિગતો પ્રમાણે, નાની બાળકી એકલી રસ્તે જતી હતી ત્યારે વૃદ્ધે તેને બોલાવીને બેથી ત્રણ વખત અશ્લીલ રીતે સ્પર્શ કરતા બાળકી ગભરાઈ ગઈ અને તરત જ ઘરમાં જઈ માવતરને સમગ્ર બાબત જણાવી હતી. ત્યારે માતા-પિતાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસએ કાર્યવાહી કરતાં આરોપી અબ્દુલ રહીમ ઉર્ફે બતક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



  • Follow us on: