રાધનપુર કંડલા હાઈવે પર આવેલ મોટી પીંપળી નજીક રવિવારે હાઈવે રક્તરંજિત બન્યો હતો.


જેમાં પસાર થતા પાંચ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે એકને સારવાર મળે તે પહેલા રસ્તામાં જ મોત નિપજ્યું હતું જ્યારે વધું 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત બનતાં વધું સારવાર માટે ધારપુર ખસેડાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

રવિવારે વહેલી સવારે પાટણ જિલ્લાના રાધનપુરના મોટી પીંપળી નજીક નેશનલ હાઈવે પર ડાયવર્ઝન આપેલ હોવાથી એક માર્ગીય રસ્તા પર ટ્રેલર સહિત બે બાઈકો ,જીપ અને પીકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર રક્ત રેલાયું હતું જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂંણ મોત નિપજ્યાં હતાં તો બીજી તરફ્ અન્ય 16 જેટલા ઈજાગ્રસ્તોને વધું સારવાર માટે 108 ની મદદથી લઈ જવાતાં હતાં તે દરમિયાન અન્ય એક ખેરવા ગામના બાઈક ચાલકનું વધું સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું. જેનું સમી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જ્યારે ઘટના સ્થળે મોતને ભેટેલા ત્રણના મૃતદેહનું રાધનપુર ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું. ઘટનાને પગલે લોકો સહિત મૃતકોના સગાંસંબંધીઓ દોડી આવતા આક્રંદ છવાયો હતો અને ભારે ગમગીની પ્રસરી ગઈ હતી.


  • Follow us on: