રાજકોટ શહેર સહિત દેશમાં ચકચાર જગાવનાર TRP અગ્નિકાંડના કેસના 7 આરોપીઓની મુશ્કેલી વધી છે. રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીઓની અરજી ફગાવી છે. 7 આરોપીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. મનસુખ સાગઠિયા, ગૌતમ જોષીની અરજી ફગાવી છે. TRP ગેમઝોનના માલિક ધવલ ઠક્કરની અરજી ફગાવી છે. મેનેજર નિતીન લોઢા, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા, ભીખા ઠેબાની ડિસ્ચાર્જ અરજી ફગાવી છે.


[[$googlead]]

TRP અગ્નિકાંડના કેસના 7 આરોપીઓની મુશ્કેલી 

[[$alsoread]]

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈને TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

 સેશન્સ કોર્ટે આરોપીઓની અરજી ફગાવી

TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈન દ્વારા કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલાં તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી.


  • Follow us on: