રાજકોટમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, આ કેસની વાત કરીએ તો 3 પુરુષ અને 7 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 2 મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની મળી આવી છે, તો બીજી તરફ એક જ પરિવારના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, કોરોના પોઝિટિવ 56 દર્દીઓ સારવાર હેઠળ છે, તો 2 દર્દીઓને ઓકસિજન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
ગઈકાલે કોરોનાથી રાજકોટમાં એક દર્દીનું મોત
રાજકોટમાં કોરોનાથી એકનું મોત ગઈકાલે થયું છે, 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું છે અને તેમની સારવાર ચાલી રહી હતી, જે વ્યકિતનું મોત થયું છે તેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી અને હોસ્પિટલમાં તેમનું મોત થયું છે, દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા અને ડાયાબિટીસની બીમારી પણ 3 દિવસ પહેલાં ડિટેકટ થઇ હતી.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે, આ કોરોનાનો નવો વેરિયન્ટ છે પણ ઘાતક નથી, નવા વેરિએન્ટમાં મૃત્યુ દર ઓછો છે, લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર જરુરી છે, એકથી વધુ રોગથી પીડાતા હોય તેમણે સાચવવું જરૂરી છે, ઉમર લાયક લોકોએ ભીડમાં જવાનું ટાળવુ જોઈએ અને ગુજરાત સરકાર કોરોનાના કેસને લઈ સતત મોનિટરિંગ કરી રહી છે, શરદી,ખાંસી હોય તેવા લોકોને રથયાત્રામાં ન જવા અપીલ કરવામાં આવી છે, પોતાના ઘરે બેસી ભગવાનના દર્શન કરવા અપીલ છે, મૃત્યુ થયા તે કોરોનાથી નહી પણ અન્ય રોગથી હોઇ શકે છે.









