રાજકોટમાં સાતમ-આઠમના તહેવારને લઇને અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે અહીં યોજાતા લોકમેળાની એક અલગ જ ઓળખ છે. પરંતુ આ વર્ષે લોકમેળો ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. લોકમેળો ક્યાં યોજવો અને કેવી તૈયારીઓ છે તે અંગે વારંવાર નવા ખુલાસા થતા રહે છે. અગાઉ લોકમેળાના સ્થળ અંગે ચર્ચા થઇ હતી. તો આ વખતે યાંત્રિક રાઈડ્સનો મુદ્દો સામે આવ્યો છે. ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા SOPમાં બદલાવ નહીં તો મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


[[$googlead]]

 નાની રાઈડ ભાગ લઈ શકે તે માટે વધુ 3 દિવસની છૂટ

[[$alsoread]]

લોકમેળાને લઈને કલેક્ટર ઓમપ્રકાશે જણાવ્યું કે મોટી રાઈડ સંચાલકો માટે હવે સમય પૂર્ણ થયો છે. નાની રાઈડ ભાગ લઈ શકે તે માટે વધુ 3 દિવસની છૂટ આપવામાં આવી છે. ‘રાઇડ સિવાય પણ મનોરંજન માટે અમારી પાસે વિકલ્પ’ છે. ‘આજ સુધીમાં અમે એક મહિના જેટલો સમય આપ્યો છે’ હવે કોઈ વધુ મુદ્દત આપવામાં નહીં આવે.

SOP અંગે ચર્ચા-વિચારણા

રંગીલુ રાજકોટ તેના તહેવાર અને લોકમેળા માટે વધુ જાણીતું છે. લોકમેળા અંગે રાજકોટવાસીઓમાં અનેરી ખુશી હોય છે. ત્યાંની રાઇડસ, ખાણી-પીણી પોતાનું આકર્ષણ ધરાવે છે. અગાઉ સ્થળ મામલે લોકમેળો ચર્ચામાં આવ્યો હતો. લોકમેળાને સ્થળાંતર કરવા બાબતે હોબાળો સર્જાયો હતો. અને આ વખતે SOPને લઈ મેળાના બહિષ્કારની ચિમકી આપવામાં આવી હતી. પ્રથમ દિવસે યાંત્રિક રાઈડ્સના ફોર્મ નહોતા ઉપડ્યા અને બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 25 ફોર્મ ભરાતા અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.


  • Follow us on: