આ વખતે લોકમેળામાં ભાગ લેવા માટે ચકરડી સંચાલકોને રાજ્ય સરકારની રાહત બાદ રાઈડ સંચાલકો સાથે બેઠક યોજી હતી. રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશ, ડેપ્યુટી પોલીસ કમિશનર પાર્થરાજસિંહ, કલેક્ટર તંત્રના અધિકારીઓ અને રાઈડ સંચાલકો આ બેઠકમાં જોડાયા હતા. લોકમેળો જાજરમાન અને ચકરડી તેમજ ફજેત સાથે યોજાઈ તેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. GST બિલ અને અન્ય પ્રશ્નોનો હલ નીકળી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ વખતનો મેળો ખૂબ સારી રીતે યોજાય તેવી અપેક્ષાઓ
આજે રાઇડ સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે SOPને લઈને ફેરફાર આવ્યા છે તે મુજબ આજે બેઠક યોજવામાં આવી હતી. આગામી ૨૫ તારીખ સુધીમાં તેઓ ફોર્મ જમા કરાવી શકાશે. ત્યાર બાદ લાઇસન્સ માટે અરજી કરી શકાશે. તમામ રાઇડ સંચાલકો સહમત થયા છે અને આ વખતનો મેળો ખૂબ સારી રીતે યોજાય તે મુજબ તેમને અપેક્ષાઓ છે.જે રાઇડ સંચાલકો નિયમો મુજબ જેતે રાઇડ સંચાલકો મંજૂરી મેળવી ને ભાગ લઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકમેળાનો ભરપૂર આનંદ માણી શકશે રાજકોટવાસીઓ
આ વખતે જન્માષ્ટમી લોકમેળો ખૂબ સારી રીતે યોજાય તેવા પ્રયાસ હાથ ધરાયા છે. રંગીલા રાજકોટવાસીઓ સાથે સૌરાષ્ટ્રના રહેવાસીઓ લોકમેળાનો ભરપૂર આનંદ માણી શકશે. આ લોકમેળા માટે હરરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેતે રાઇડ સંચાલકો હરાજીમાં લાયક ઠરે તે માટે લાઇસન્સ મેળવવાના રહેશે. આ માટે રાઇડ અંગે ચકાસણી અને અન્ય વ્યવસ્થાઓ પૂર્ણ થાય અને ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા ચકાસણી કર્યા બાદ લાયસન્સ આપવામાં આવશે.
રાઈડ ટેસ્ટિંગ બાદ લાયસન્સ અપાશે
સમય મર્યાદામાં જેતે મેળા સંચાલકો અને રાઈડ સંચાલકો પણ સમયસર કાગળ જમા કરાવી આપે એટલે તેમને લાઇસન્સ આપશું તેવું સંચાલકો દ્વારા કહેવું હતું. અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે ૧૫ દિવસમાં લાયસન્સ તેઓ મેળવી આપે. રાઈડ સંચાલકની રાઈડ સુરક્ષિત હોવી જોઈએ તે મુજબના ટેસ્ટિંગ સાથેના એન્જીનીયરના રિપોર્ટ અને સંચાલકોના સોગંધનામા બાદ લાયસન્સ આપવામાં આવશે.









