રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીમાં આપઘાતની ઘટના બની છે. 57 વર્ષીય પટ્ટાવાળા પ્રભાબેન સરવૈયાએ ભૂસ્તરશાસ્ત્રીની ચેમ્બરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સરકારી કચેરી પરિસરમાં બનેલી આ ઘટનાની વિગતો સામે આવતા કચેરીના કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.
પ્રદ્યુમનનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી
આ ઘટનાની જાણ થતાં જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મહિલા કર્મચારીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પ્રભાબેન સરવૈયાના આપઘાત પાછળના કારણો જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.
