રાજકોટમાં પવિત્ર નવરાત્રિના પ્રથમ નોરતે જ ગરબા આયોજનો અને રેસકોર્સ સહિતના વિવિધ વિસ્તારોમાં લવ જેહાદથી સાવધાન નામના પોસ્ટર લાગવાને કારણે મોટો વિવાદ સર્જાયો છે.અગાઉ આ મુદ્દે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સત્તાવાર રીતે આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. ત્યારે નવરાત્રિના પ્રારંભે જ આ પ્રકારના પોસ્ટર સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટમાં પોલીસ તંત્ર સજ્જ
રાજકોટમાં નવરાત્રિ પર્વ દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે, જેના ભાગરૂપે સમગ્ર શહેરમાં 1000 થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે 12 પોલીસ મથકની 'શી ટીમો' તૈનાત કરાઈ છે, જેમાં દરેક ટીમમાં 4 મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ ઉપરાંત, પ્રાચીન ગરબીઓમાં હોમગાર્ડના જવાનો બંદોબસ્ત સંભાળશે, જ્યારે સંવેદનશીલ સ્થળો પર ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે રાજકોટ પોલીસે સુરક્ષાનું આ ખાસ આયોજન કર્યું છે.
