દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અવસરે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને અગ્રણી નેતા ભરત બોઘરાએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે મળીને ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે પરિવાર સાથે ફટાકડા ફોડીને દીપોત્સવની ખુશીઓ વહેંચી હતી અને સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
2027માં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
દિવાળીની ઉજવણી દરમિયાન રાજકીય ચર્ચાઓ વચ્ચે ભરત બોઘરાએ આગામી રાજકીય સમીકરણો પર પણ વાત કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે આગામી વર્ષ 2027માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ભવ્ય જીત હાંસલ કરશે અને પ્રજાના સહયોગથી સરકાર બનાવશે.
