રાજકોટ શહેરને નશા મુક્ત બનાવવા અને ગેરકાયદેસર ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજકોટ નજીક આવેલા બામણબોર ગામના પાટિયા પાસેથી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતનો 21 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે.
પાંચમાંથી ત્રણ આરોપીઓ પોલીસ સકંજામાં
આ ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી અને નેટવર્કમાં કુલ 5 શખ્સોની સંડોવણી સામે આવી હતી, જેમાંથી પોલીસની ટીમે 3 મુખ્ય આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં: 1. ફરીદ બ્લોચ 2. મહેબૂબ દોઢિયા 3. હસમુખ અગ્રાવત આ ત્રણેય ઇસમોને પોલીસે સકંજામાં લઈને કાયદેસરની અટકાયત કરી છે.
