રાજકોટ શહેરમાં માનવતા અને સભ્ય સમાજને શર્મસાર કરી દે તેવી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના ડેકોરા વર્લ્ડ એપાર્ટમેન્ટમાં રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે એપાર્ટમેન્ટમાં જ રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરીને અડપલા કર્યા હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપી પંકજ રાજપરાએ માસૂમ બાળકીને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક રહીશોમાં ભારે ફિટકાર અને રોષની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક અસરથી આરોપી વિરુદ્ધ POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે.
પોર્ન વીડિયો બતાવી માસૂમ સાથે વિકૃત હરકત
રાજકોટના ડેકોરા વર્લ્ડ એપાર્ટમેન્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા પંકજ રાજપરા નામના ઢગાએ લખણ ઝળકાવીને 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની વિકૃતિનો ભોગ બનાવી હતી. આરોપી પંકજ રાજપરાએ 6 વર્ષની બાળકીને અશ્લીલ (પોર્ન) વીડિયો બતાવીને તેની સાથે અડપલા કર્યા હતા. બાળકી સાથે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
