રાજકોટ શહેરમાં ઠંડીના આગમન સાથે જ મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના કારણે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મિશ્ર ઋતુની અસરથી શરદી-ઉધરસ 30 ટકાનો ઉછાળો, તાવ, ઝાડા, ઉલટી 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં માત્ર એક જ સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 1900થી વધુ નવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે.


[[$googlead]]

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો

શરદી-ખાંસીની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. સરકારી ચોપડે મચ્છરજન્ય રોગના 7 નવા કેસ નોંધાયા છે. કમળા અને ટાઈફોઈડના દર્દીઓ પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જોકે, સરકારી દવાખાનાઓ કરતાં ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં જબ્બર વધારો નોંધાયો હોવાનું અનુમાન છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે રોગચાળાની અસર શહેર પર કેટલી વ્યાપક છે.

 તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડી પડવાના કારણે શરીરનું તાપમાન જળવાતું ન હોવાથી રોગચાળો વકર્યો છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઋતુને અનુરૂપ પોશાક પહેરે અને આરોગ્યપ્રદ ખોરાક લેવાનો આગ્રહ રાખે, જેથી રોગચાળાથી બચી શકાય. રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]
  • Follow us on: