શહેરમાં હાલ ચાલી રહેલી બેવડી ઋતુ (ઋતુ પરિવર્તન)ને કારણે રોગચાળાએ ભરડો લીધો છે, જેના કારણે સ્વાસ્થ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. ઋતુ બદલાતા વાતાવરણમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધવાથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે, જેના પરિણામે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.


રાજકોટ શહેરમાં રોગચાળામાં વધારો

સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ અનુસાર, છેલ્લા સપ્તાહમાં શહેરમાં પાણીજન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે. શરદી-ઉધરસના 701 કેસ, તાવના 717 કેસ, ઝાડા-ઊલટીના 126 કેસ, ડેન્ગ્યુના 4 કેસ, કમળાના 4 કેસ નોંધાયા છે. શહેરમાં સામાન્ય તાવ અને શરદી-ઉધરસના કેસોની સંખ્યા ૭૦૦થી વધુ પહોંચી છે, જે દર્શાવે છે કે મોટાભાગના લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. જોકે, ડેન્ગ્યુ અને કમળાના કેસ પણ ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે.

પાણીજન્ય રોગચાળામાં પણ થયો વધારો

સ્થિતિને ધ્યાનમાં રાખીને, રોગચાળાને નિયંત્રિત કરવા માટે શહેરના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાગરિકોને તેમના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને ક્યાંય પણ પાણી ભરાતું અટકાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી મચ્છરોના બ્રીડિંગને અટકાવી શકાય. આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને તાત્કાલિક સારવાર લેવા અને સાવચેતીના પગલાં લેવા માટે પણ જણાવાયું છે.

  • Follow us on: