રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા કેરળથી ઝડપાયો છે. ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિંકસિંહને ઝડપી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આરોપી હાર્દિકસિંહ જાડેજાને પકડ્યો છે. જુની અદાવતમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યાનું ખુલ્યું હતું. અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આગ્રાથી 4 આરોપીઓને પકડ્યા હતા. આગ્રાથી શાર્પશૂટરો સહિત 4 આરોપીની ધરપકડ થઈ હતી.
રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસ
આ કેસમાં અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઈરફાન ઉર્ફે સીપા કુરેશી, અભિષેક કુમાર અગ્રવાલ, પ્રાંશુ કુમાર અગ્રવાલ તેમજ વિપિનકુમાર જાટ સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.4 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે અજાણ્યા બુકાનીધારી શખસે ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપીની ધરપકડ
રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં ઇરફાન પર અમદાવાદમાં 4 પાસા સહિત 27 ગુના નોંધાયેલા છે. આ કેસમાં પ્રથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી હતી. વિપિન જાટને 5 લાખમાં સોપારી આપવમાં આવી હતી. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા ફરાર હતો, જેને પોલીસે ઝડપી લીધો છે.









