રાજકોટ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાણીપીણીના વિક્રેતાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 62 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને અખાદ્ય તેમજ વાસી જણાયેલો કુલ 38 કિલો ખાદ્ય જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મંત્ર બેકરીમાંથી વાસી બ્રેડ-મીઠાઈ મળી
પ્રાપ્ત વિગતો અનુસાર ચેકિંગ દરમિયાન મંત્ર બેકરીમાંથી વાસી બ્રેડ અને મીઠાઈ સહિતનો વાસી જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી કુલ 5 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ અને તપાસ અર્થે લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
